સંગઠનો તરફથી સમાચાર મળ્યા છે કે તેમણે અમેરિકી પત્રકાર જેમ્સ ફોલીને પકડી લીધો છે અને તેનુ માથુવાઢી નાખ્યુ છે. આતંકવાદીઓ દ્વાર આ ક્રૂર ઘટનાનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
આતંકવાદીએ કહ્યુ છે અમેરિકાએ ઈરાકમાં જે હરકત કરી હતી તેનુ આ પરિણામ છે. અમેરિકાના નામે એક મેસેજ વીડિયોમાં જેમ્સની ક્રૂર હત્યા કરતા બતાવવામાં આવ્યા છે. આ વીડયો રિલીઝ થયા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પાસે વિકલ્પો ઘટી રહ્યા છે. હવે એ જોવાનુ બાકી છે અમેરિકા ઈરાકમાં તેમના સૈન્ય વિશે કેવા પગલાં લે છે. તેમના કાર્યકાળના છેલ્લા દિવસોમાં હવે તેમણે થોડા કડક પગલા લેવા પડે તેવી શક્યતા છે, પરંતુ તે પણ જનતાની પ્રતીક્રિયા પર આધારિત છે. જોકે ISIS દ્વારા રજૂ કરવામાં આવેલા આ વીડિયોની સત્યતા તપાસવાની બાકી છે. પરંતુ તેમના આ ભયંકર મેસેજથી અંદાજ લગાવી શકાય છે કે ઈસ્લામી આતંકવાદીઓ કઈ હદ સુધી જઈ શકે છે.
અમેરિકી ફોજ દ્વારા છેલ્લા બે સપ્તાહથી ઈરાકમાં નક્કી કરેલા વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ કરી રહ્યા છે. જોકે અમેરિકી સૈન્ય દ્વારા ઘણી ઓછી માત્રામાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તે પછી ઈસ્લામી આતંકવાદીઓ આગળ વધતા પણ અટકી ગયા છે.
40 વર્ષના ફોલીનું ઉત્તરી સીરિયામાંથી અપહરણ કરવામાં આવ્યું છે. તે બોસ્ટન આધારિત એક ન્યૂઝ વેબસાઈટ માટે કામ કરતો હતો. તે ખાડી દેશોમાં પાંચ વર્ષ સુધી રહ્યો હતો. વીડિયોમાં એક અન્ય પત્રકારપણ બતાવવામાં આવ્યો છે તેનું નામ સ્ટીવન સોટલોક છે. તેનુ જુલાઈ 2013માં અપહરણ કરવામાં આવ્યું હતું. તે ટાઈમ પત્રિકા સિવાય અન્ય સંગઠનો માટે પણ કામ કરતો હતો. વીડિયોમાં એક આતંકવાદી અંગ્રેજીમાં અમેરિકા વિરુદ્ધ બોલી રહ્યો છે. તેના હાથમાં એક ધારિયા જેવુ સાધન પણ છે અને અંતે તે હાથ બાંધેલા જેમ્સનું માથું વાઢી નાખે છે. હવે જોવાનું એ બાકી રહે છે કે આતંકવાદીઓના આ કૃત્ય સામે અમેરિકા શુ પગલાં લે છે.
0 comments:
Post a Comment