EBOLA :
ઇબોલા વાયરસના સંક્રમણથી પશ્ચિમ આફ્રિકામાં 4784 લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે જેમાંથી મરનાર લોકોની સંખ્યા 2400ની પાર પહોંચ્યા છે. આ જાણકારી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક મારગેટ્ર ચાનએ આપી છે. મરનાર સંખ્યામાં સૌથી વધારે લાઇબેરિયા અને ગુએના તેમજ સિએરા લીઓનના પીડિતો છે. ઇબોલા બિમારીએ આ દેશમાં સૌથી વધારે દર્દીઓ છે. હાલમાં નવી ચેતાવણી પ્રમાણે ઇબોલા વાયરસ હજુ પણ ખતરનાખ પ્રતીતી થયેલ દેખાઇ રહ્યું છે. આફ્રિકન વૈજ્ઞાનિકોએ પ્રમાણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ વાયરસ હવાથી પણ ફેલાઇ રહ્યો છે.
WHOના અધિકારીઓએ આગામી ત્રણ મહિનામાં લાઇબેરિયામાં વધુ હજારો કેસ ઇબોલાના સામે આવી શકે છે. ઇબોલાનો પ્રકોપ ડિસેમ્બર 2013માં ગુએનામાં શરૂ થયો હતો. આ વાયરસથી નાઇજીરિયામાં પણ આઠ લોકાનાં મૃત્યુ થયા હોવાના સમાચાર આવ્યા છે અને સેનેગલમાં એક વ્યક્તિ હોસ્પિલટમાં ભર્તી કરવામાં આવ્યો છે.
0 comments:
Post a Comment