Monday, 15 September 2014

Sandisk - 512GB - Memory Card

દુનિયાનું સૌથી મોટુ મેમરી કાર્ડ લોન્ચ થયુ: ક્ષમતા 512 જીબી!
અમદાવાદ, સપ્ટેમ્બર 13, 2014
મેમરી કાર્ડની સુવિધા હોવાથી લોકો ફોનમાં જ ગીત-સંગીત-ફિલ્મો સમાવી શકતા થયા છે. જોકે સામાન્ય ફોનમાં 16થી 32 જીબી (ગીગાબાઈટ) સુધીના મેમરી કાર્ડની ક્ષમતા હોય છે. એટલે કે એટલો ડેટા સમાવી શકાય છે. પણ મેમરી કાર્ડ બનાવતી જાણીતી કંપની સનડિસ્કે જગતનું સૌથી મોટુ મેમરી કાર્ડ માર્કેટમાં મુક્યુ છે.
એ મેમરી કાર્ડની ક્ષમતા 512 જીબી (અડધો ટીબી) છે. સામાન્ય લેપટોપ કે કમ્પ્યુટરમાં પણ આટલી જગ્યા હોતી નથી. માટે એ મેમરી કાર્ડ ગમે તેવા મશિનમાં ઓપરેટ થઈ ન શકે. વળી તેની કિંમત પણ 800 ડોલર (અેટલે કે અંદાજે 50 હજાર રૃપિયા) હોવાથી ગમે તે વ્યક્તિ તેને ખરીદી પણ શકે એમ નથી.
જોકે સામાન્ય વપરાશકારોને આવડા મોટા મેમરી કાર્ડની જરૃર પણ પડતી નથી. પરંતુ કંપનીએ ખાસ તો ફોટોગ્રાફી સાથે સંકળાયેલા લોકોને ધ્યાનમાં રાખીને આ કાર્ડ તૈયાર કર્યુ છે. કેમ કે ફોટોગ્રાફીમાં તોતિંગ ડેટા સમાવવાની જરૃર પડતી હોય છે.



See Video  :  Click Here

Download : Cilck Here

0 comments:

Post a Comment